Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રાત્રે ભોજન લીધા બાદ તરત સૂવાથી થાય છે આ સમસ્યા

કામના વધતા પ્રેશરના કારણે લોકોની આખી જીવનશૈલી પર અસર પડે છે. કેટલાક લોકો મોડી રાત સુધી કામ કરે છે અને પછી જમીને તરત સૂઈ જાય છે. આ જ આદત તમને દરરોજ બીમાર બનાવતી જાય છે. જમીને તરત જ સૂઈ જવાથી કેટલીક બીમારીઓ થાય છે. તો જાણી લો તેના વિશે.

રાત્રે જ્યારે તમે જમીને તરત સૂઈ જાવ છો ત્યારે ખોરાક સારી રીતે પચતો નથી અને તે ફેટ સ્વરૂપે તમારા શરીરમાં જમા થઈ જાય છે. જેના કારણે તમે મોટાપાનો શિકાર બની જાવ છો.

ભોજનનું પાચન યોગ્ય રીતે ન થવાના કારણે તમારા પેટમાં ગેસ અને બળતરા જેવી સમસ્યા થવા લાગે છે. જમ્યા બાદ તરત જ સૂવાથી તમારી ઉંઘની ગુણવત્તા પર પણ અસર થાય છે.

(10:03 am IST)