Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

પ્રેગનન્સીમાં પપૈયાનું સેવન ન કરવું

પપૈયામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને પ્રાકૃતિક ફાઈબરના ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જે આપણી પાચન ક્ષમતાને વધારે છે. પરંતુ, અમુક લોકો માટે પપૈયાનું સેવન નુકશાનકારક પણ હોય છે.

. બ્લડ પ્રેશરના દર્દીએ પપૈયાના જ્યૂસનું સેવન ન કરવુ જોઈએ. કારણ કે બ્લડ પ્રેશરની દવા સાથે તેનું સેવન કરવુ નુકશાનકારક હોયછે.

. પ્રેગ્નન્ટ સ્ત્રીને પહેલા ત્રણ મહિના દરમિયાન પપૈયુ ન ખાવુ જોલ્એ. તેનાથી ગર્ભપાત થવાનું જોખમ રહે છે.

. પપૈયુ વિટામિન-સી થી ભરપુર હોય છે વિટામિન -સીનું વધારે પડતુ સેવન કિડનીમાં પથરીની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

. જો કોઈ સ્ત્રી બાળકને સ્તનપાન કરાવે છે. તો તેને પપૈયાનું સેવન ન  કરવુ જોઈએ. બાળકને પણ ૧ વર્ષ  પપૈયુ ન ખવડાવવુ જોઈએ.

 

(9:40 am IST)