Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રશિયાનું ન્યુકિલઅર ટાઈટેનીક : પહેલુ તરતુ પરમાણુ વિજળી ઘર

રશિયાએ દુનિયાનું પહેલુ પાણીમાં તરતુ પરમાણુ વિજળી ઘર બનાવ્યુ છે. આ વિજળી ઘરને એક મોટા જહાજમાં બનાવવામાં આવ્યુ છે. અકાદમિક લોમોનોસોવ નામનું આ યંત્રને ન્યુકિલઅર ટાઈટેનીકની સંજ્ઞા આપવામાં આવી છે. જો કે રશિયાએ સ્પષ્ટ કર્યુ છે કે આનો ફકત વિજળી ઉત્પાદન માટે જ ઉપયોગ કરવામાં આવશે. વાવાઝોડા અને સુનામી જેવા તોફાનોનો સામનો કરવા પણ આ જહાજ સક્ષમ છે અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના માપદંડ ઉપર પણ ખરૂ ઉતર્યુ છે. આ જહાજને બાલ્ટીક સમુદ્રમાં રવાના કરાયુ છે.

(4:22 pm IST)