Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નાના બાળકોના નખ કાપવામાં રાખો કાળજી

નખોની ગણતરી શરીરના એવા ભાગમાં કરવામાં આવે છે જે સતત વધતા રહે છે. તમે તેને કાપશો તો પણ બીજીવાર તેવધી જશે. ખાસ કરીને બાળકોના વધેલા નખોની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. નહીંતર તેને કેટલીય પ્રકારની બીમારીઓ થઈ શકે છે. નાના બાળકો નખ મોઢામાં નાખે છે. તેમાં જમા થયેલ મેલ (ગંદકી)થી ઈન્ફેકશન થઈ શકે છે.

હંમેશા કોશિશ કરો કે તમારા બાળકના નખ લાંબા થાય તે પહેલા જ કાપી નાખો. તેથી તેને એકેય પ્રકારની સમસ્યા ન થાય.

બાળકના નખ કાપવા માટે એવા નેલકટરનો ઉપયોગ કરવો જે માત્ર બાળકના નખ કાપવા માટે જ બનાવવામાં આવ્યા હોય. નખ કાપ્યા બાદ નેલ ફાઈલની મદદથી નખની કિનારીઓને સમતલ બનાવો. જેથી નખ લાગે નહીં. કેટલાક બાળકો નખ કાપવામાં નખરા કરે છે. તેથી બાળક જ્યારે સૂતૂ હોય ત્યારે નખ કાપવા. (૨૪.૩)

(9:25 am IST)