Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

માત્ર સફરજન જ નહીં ૧૦ રૂપીયામાં મળતી વસ્તુથી પણ રહો સ્વસ્થ

તમે સાંભળ્યુ જ હશે કે જો તમે દરરોજ એક સફરજનનું સેવન કરો છો તો તમે બધા રોગોથી દૂર રહી શકો છો. પરંતુ, અમુક એવી સસ્તી વસ્તુઓ પણ છે  જે રોગપ્રતિકારક તંત્રને મજબુત કરવામાં મદદરૂપ થાય છે.

ગરમીની ઋતુમાં દહીં કોઈ અમૃતથી ઓછુ નથી. દહીંમાં ચમત્કારી ગુણ હોય છે. જે તમને ફીટ રાખે છે અને કેટલાય ગંભીર રોગોથી પણ બચાવે છે. તે તમારી આંતરડાની સમસ્યા અને ઈન્ફેકશનથી દૂર રાખે છે. તમારી રોગપ્રતિકારક તંત્ર માટે સારૂ માનવામાં આવે છે.

લસણમાં રહેલ એલિસિન ઈન્ફેકશન અને બેકટેરીયા સામે રક્ષણ આપે છે. તે તમારી રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કેન્સરથી બચવા પણ ખૂબ જ મદદ કરે છે.

તમારી ત્વચાને સ્વસ્થ અને મજબુત રાખવા માટે વિટામીન એની જરૂર પડે છે. શક્કરીયામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જેથી તમારે શક્કરીયાને તમારા આહારમાં અવશ્ય સામેલ કરવા જોઈએ.

(9:24 am IST)