Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

લગ્નમાં ધૂમ મચાવે છે છોકરાઓનો ઈન્ડો વેસ્ટર્ન લુક

ભારતીય અને પશ્ચિમી સંયોજનવાળા કપડાનું હાલમાં ખૂબ જ ચલણ

લગ્નની સીઝન શરૂ થતા જ પોતાના લુક અને ડ્રેસિંગ માટે છોકરાઓનો પણ છોકરીઓની જેમ કામે લાગી જાય છે. જો તમારી સ્ટાઈલ હાલના ટ્રેન્ડને અનુરૂપ ન હોય તો તમે વખાણના બદલે લોકોના મજાકનું પાત્ર બની શકો છો. ભારતીય અને પશ્ચિમી સંયોજનવાળા કપડાનું હાલમાં ખૂબ જ ચલણ છે. કારણ કે, તેમાં ભરતકામ કરેલ હોય છે. આવા કપડા તમને શાહી લુક આપે છે. સમર વેડિંગ પાર્ટીમાં તમે આકર્ષક શુટ અને ઈન્ડો-વેસ્ટર્ન કપડા પહેરી શકો છો.

૧. લેનીનની સરખામણીએ કોઈ એવુ કપડુ નથી જે ગરમીમાં યોગ્ય હોય. લિનેન હળવુ હોય છે, જે ગરમીઓમાં પહેરવા માટે સૌથી સારો વિકલ્પ છે.

૨. ગરમીમાં પુરૂષોએ હળવા રંગો જેવા કે ક્રીમ, સફેદ, વાદળી, ફીરોઝી રંગના કપડા પહેરવા જોઈએ. આ રંગના કપડા આરામદાયક હોવાની સાથે સુંદર લુક પણ આપશે.

૩. તમે ઈચ્છો તો ચમકીલા રંગોના બદલે લાઈટ કલર સાથે બ્લેઝર પણ પહેરી શકો છો. ગરમીમાં લગ્ન પાર્ટીમાં મોટા ભાગના પુરૂષો સફેદ અને વાદળી રંગના કપડા પહેરવાનું પસંદ કરે છે.

૪. પુરૂષોએ કપડા સિલેકટ કરતા પહેલા ધ્યાન રાખવું પડે કે કપડા વધારે ટાઈટ ન હોય અને વધારે ઢીલા પણ ન હોય. તેના માટે યોગ્ય કટ સાથે તૈયાર ટેલર્ડ શૂટ પહેરવાથી જ સારૂ લાગશે.

૫. લગ્નમાં ઈન્ફોર્મલ કપડા જેમકે, ટી-શર્ટ અને જીન્સ કયારેય ન પહેરવા જોઈએ. ફૂટવેર પણ ખૂબ જ મહત્વના છે. તેથી લોફર્સ કે ફેશનેબલ બૂટ જ પહેરવા.

(9:24 am IST)