Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આયર્લેન્ડના સમુદ્રી નજીક વોલરસ જોવા મળતા સંશોધકોમાં અચરજની લાગણી

નવી દિલ્હી: આર્યલેન્ડના કાંઠે સમુદ્રી સજીન વૉલરસ જોવા મળતાં સંશોધકોમાં અચરજ સર્જાયું હતું. કેમ કે વૉલરસ એ બર્ફિલા આર્કટિક (ઉત્તર ધ્રુવ) પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. એ આર્યલેન્ડના કાઠે ક્યાંથી આવ્યું? સંશોધકોએ તપાસ કરતાં તેમને સમજાયુ છે કે આ વૉલરસ કોઈ હિમશિલા પર સુતું હશે અને એ હિમશિલા તણાતા તણાતા અહીં આવી પહોંચી હશે.એટલે કે વૉલરસ સુતુ ત્યારે પોતાના વતનમાં હતું જ્યારે ઉઠયું ત્યારે આર્યલેન્ડના કાઠે પહોંચી ગયુ હતુ. આર્યલેન્ડથી સૌથી નજીકના બે સ્થળો છે, જ્યાં આ પ્રાણી જોવા મળે છે. એક ગ્રીનલેન્ડનો કાંઠો છે, જ્યારે બીજો સ્વાલબાર્ડ ટાપુનો કાંઠો છે. પણ આ બન્ને ટાપુ અનુક્રમે અઢી અને ૩ હજાર કિલોમીટર દૂર છે. એટલે વૉલરસે અજાણતા આ સફર કરી નાખી હતી.આર્યલેન્ડના સંશોધકો એ વાતે મુંઝવણમાં છે કે જો અહીં આ વૉલરસને નહીં ફાવે તો તેને પરત કેમ મોકલવું.

(5:53 pm IST)