Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ચીનમાં એક ડિલિવરી મેન પોતાની બે વર્ષીય દીકરીને લઇ જાય છે પોતાની સાથે કામ પર.....

નવી દિલ્હી: ચીનમાં એક ડિલિવરી મેન તેની બે વર્ષની દીકરીને પોતાની સાથે જ કામ પર લઇ જાય છે. તેણે પોતાના સ્કૂટર પર આગળ નાનકડું બાસ્કેટ મૂક્યું છે. તેમાં દીકરીને બેસાડે છે અને કામ દરમિયાન પણ તેનું ધ્યાન રાખે છે. લિની પત્ની પણ નોકરી કરે છે. પરિવારનું ગુજરાન ચલાવવા બંનેનું કમાવવું પણ જરૂરી છે અને દીકરીને સાચવવી પણ જરૂરી છે. લિ તેની દીકરી ફિએર 6 મહિનાની હતી ત્યારથી તેને બાસ્કેટમાં બેસાડી પોતાની સાથે લઇ જાય છે. ન્નાકડી લિએર હાલ બે વર્ષની થઇ ગઈ છે અને પપ્પાને તેમના કામમાં થોડું પણ ડિસ્ટર્બ કરતી નથી. ફિએર નાની હતી તો પણ તે શાંતિથી બાસ્કેટમાં બેસી રહેતી હતી અને તેમાં જ સૂઈ જતી હતી. લિ હંમેશાં તેની સાથે દૂધનો બોટલ અને ડાયપર રાખતો. સમય મળે ત્યારે ડાયપર ચેન્જ કરતો. ચાઈનીઝ ન્યૂઝ એજન્સીને લિએ કહ્યું, હું ડિલિવરી મેનનું કામ કરું છું, કામ દરમિયાન મારી દીકરીને મારી સાથે જ રાખું છું. અમુક કારણોસર મેં મે,2019ના રોજ ફિએરને મારી સાથે રાખીને જ કામ પર જવાનું શરુ કર્યું. અમે ઘણા કપરા સમયમાંથી પસાર થયા પણ દીકરીની સ્માઈલ મને હિંમત આપે છે.

(5:52 pm IST)