Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અંતરિક્ષમાં જેલીફિશ જેવા દેખાતા ખાસ વાદળોએ લોકોને અચરજમાં મૂકી દીધા

નવી દિલ્હી: બ્રહ્માંડમાં અઢળક ગેલેક્સીઓનો સમૂહ એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી જોડાયેલું રહે છે, જેમાં હજારો આકાશગંગાઓ, ગરમ ગેસયુક્ત સમુદ્રો, ડાર્ક મેટરનાં અદૃશ્ય, દ્વીપ અને અતંરિક્ષમાં ચમકતા જેલીફિશ આકારના સમૂહો જોવા મળે છે. હવે તમે બધા વિચારમાં પડી જશો કે આ સમુદ્રની જેલીફિશ બ્રહ્માંડમાં ક્યાંથી આવી ગઈ? અંતરિક્ષમાં જેલીફિશ જેવાં દેખાતાં ખાસ વાદળોના સમૂહને ઘોસ્ટ રેડિયો જેલીફિશ કહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક ખોજ દરમિયાન જેલીફિશ મળી આવી હતી. પૃથ્વીથી લગભગ 30 કરોડ પ્રકાશવર્ષ દૂર સ્થિત આ ઘોસ્ટ રેડિયો જેલીફિશનું નામ એબેલ 2877(abell 2877) છે. આ અંતરિક્ષના દક્ષિણ ભાગમાં તારાઓના સમૂહોની વચ્ચે આવેલી છે, જેને નરી આંખે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાતી નથી. આને જોવા માટે રેડિયો ટેલિસ્કોપની જરૂર પડે છે. ઘોસ્ટ રેડિયો જેલીફિશ એબેલ 2877ની પહોળાઈ 10 લાખ પ્રકાશવર્ષ છે, જેની વચ્ચે એક સુપરચાર્જ્ડ પ્લાઝ્માનો ઘેરો રહેલો છે, જેની ચારેય તરફ લાંબા ગરમ ગેસના સૂન્ડ્સ આવેલા છે. અંતરિક્ષમાં રહેલા પ્લાઝ્મા આ સૂન્ડ્સની મદદથી બ્રહ્માંડમાં ગરમી પ્રસરાવી રહ્યા છે અને આસપાસ આવેલા અંતરિક્ષીય વસ્તુઓને ચાર્જ કરી રહ્યા છે.

(5:51 pm IST)