Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઈંગ્લેન્ડમાં થયો અનોખો ચમત્કાર:મૃત વ્યક્તિના અંગદાનની તૈયારી ચાલી રહી હતી ત્યાં અચાનક શરીરમાં આવ્યો જીવ......

નવી દિલ્હી: જો કોઈ વ્યકિતને ડોકટરોએ મૃત જાહેર કરી દીધો હોય અને તેના અંગદાન પહેલા તે અચાનક શ્ર્વાસ લેવા લાગે તો તે ચમત્કાર જ કહેવાશે. આવો ચમત્કાર ઈંગ્લેન્ડમાં થયો હતો.અહી એક મૃત વ્યકિતનાં અંગદાનની તૈયારીઓ ચાલતી હતી ત્યાં અચાનક તેનામાં જીવ આવ્યો હતો.18 વર્ષનાં આ શખ્સનું નામ લુઈસ રોબર્ટ છે અને ડોકટરોનું કહેવુ છે કે અંગદાનના થોડા સમય પહેલા લુઈસે પોતાની આંખો ખોલી હતી અને શ્વાસ લેવા લાગ્યો :હતો.

18 વર્ષનાં લુઈસનો 13 માર્ચે અકસ્માત થયો હતો જેમાં તે ગંભીર ઘાયલ થયો હતો અને માથામાં ઈજા થઈ હતી. સારવાર છતા તે ઠીક ન થતાં તેને ડોકટરોએ લુઈસને મૃત જાહેર ક્રી દીધો હતો.બાદમાં પરિવારે લુઈસના અંગદાનનો નિર્ણય લીધો હતો. પરંતુ અંગદાન થાય તે પહેલા જ લુઈસ શ્વાસ લેવા લાગ્યો તો પરિવારની ખુશીની સીમા ન રહી.જયારે લુઈસે શ્વાસ લીધા તો તેની બહેને તેનો વિડીયો બનાવ્યો. પરિવારોને લુઈસ જીવતા થયાની ખુશી છે. સાથે સાથે તેનાં ઈલાજનાં ખર્ચની ચિંતા પણ છે. જેના માટે તેમણે ગો ફાઉન્ડ મી નામનું પેજ બનાવ્યુ છે. જેનાથી દુનિયાભરના લોકો તેની મદદ કરી રહ્યા છે.

(5:50 pm IST)