Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના વાયરસના ફેલાવા બાદ ચીનના શેનઝેન શહેરમાં શ્વાન અને બિલાડીના માસ ખાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:કોરોના વાયરસના ફેલાવા પછી ચીનના શેનઝેન શહેરમાં વન્યજીવ વ્યાપાર પર પ્રતિબંધ લગાવવાના એક અંગ રૂપે કુતરા અને બિલાડીઓના માસ ખાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

              વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કોરોના વાયરસ જાનવરોના માધ્યમથી મનુષ્યોમાં પહોંચે છે તેનાથી શરૂઆતના સંક્રમિત એવા લોકો મળી આવ્યા છે જે મધ્ય ચીનના વુહાનમાં એક વન્યજીવ બજારમાં વધારે પડતી અવરજવર કરતા હતા આ બજારમાં ચામાચીડિયું,સાપ,છછૂંદર અને અન્ય જંગલી જાનવરો વેચવામાં આવતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:38 pm IST)