Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોનાના કારણોસર દુનિયા આખીનું અર્થતંત્ર ખોરવાયું: WHOએ આપી ચેતવણી

નવી દિલ્હી: પેરિસ : વિશ્વભરમાં કોરોનાવાયરસનો ખતરો વધી રહ્યો છે. કોરોનાવાયરસનાં કારણે દુનિયાભરની અર્થતંત્ર ખાડે ગયુ છે. જો સરકારો કોરોના વાયરસથી ઊભું થયેલ સંકટનું સમાધાન શોધી શક્યા નહીં, તો વિશ્વની સામે નવું સંકટ ઉભું થઈ શકે છે. આ ખોરાકનું સંકટ છે. વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુએચઓ), વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએફઓ) એ સંયુક્ત નિવેદનમાં આ ચેતવણી આપી છે.

આ સંસ્થાઓના કહેવા પ્રમાણે કોરોનાને કારણે વિશ્વનો ખોરાક-પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે. કેમ કે અનેક દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે. આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને ખાદ્ય પુરવઠાની સાંકળોને ભારે અસર થઈ છે. બીજી તરફ લૉકડાઉનમાં લોકો ડરીને મોટા પાયે ખાદ્ય ચીજોની ખરીદી કરી રહ્યાં છે. પરિણામે બજારમાંથી કારણ વગર ખાદ્ય ચીજો ગુમ થઈ રહી છે. 

(6:35 pm IST)