Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમેરિકામાં કોરોનાએ 6અઠવાડિયાના બાળકનો ભોગ લીધો

નવી દિલ્હી: કોરોના વાયરસે અમેરિકામાં એક 6 સપ્તાહના નવજાત બાળકનો જીવ લીધો છે. આમ કોરોનાએ સૌથી નાની વયની વ્યક્તિનો જીવ લીધાનો પ્રથમ બનાવ બન્યો છે.અમેરિકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. હવે કોરોના નવજાતને પણ પોતાનો શિકાર બનાવવા લાગ્યો છે. ગવર્નર નેટ લામોંટે બુધવારે ટવીટ કરીને જણાવ્યું હતું કે નવજાતને ગત સપ્તાહે હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. ગત રાત્રે થયેલ ટેસ્ટમાં એ વાત સ્પેટ થઈ હતી કે નવજાત કોરોના વાઈરસથી સંક્રમીત હતું. તેમણે જણાવ્યું હતું કે આ હૃદય વિદારક સ્થિતિ છે.આ ઉપરાંત શિકાગોમાં કોરોના વાયરસથી સંક્રમીત એક બાળકનું મૃત્યુ થયું હતું, જે માત્ર 9 મહિનાનું હતું.

(6:34 pm IST)