Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

બોલો, ત્રણ બાળકોનો આ પરિવાર કોરોના સામે રક્ષણ મેળવવા હર્બલ સિગારેટ પીએ છે

જાકાર્તા, તા. ર : કોરોનાથી બચવા માટે લોકો જાતજાતના નુસખા અજમાવી રહ્યા છે. જોકે કેટલાક ગતકડા કેટલા મોંઘા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે એનો કોઇને અંદાજ પણ આવી શકે એમ નથી. ઇન્ડોનેશિયામાં એક પરિવાર હર્બલ ગિગારેટ ફુંકીને કોરોનાને દૂર રાખવા મથે છે. ત્રણ બાળકો ધરાવતા આ પરિવારના સભ્યો હર્બલ સિગારેટ પી રહ્યા હોય એવો વિડીયો વાઇરલ થયો છે, જેમાં આખો પરિવાર જમીન પર બેસીને હુક્કાનો કશ લઇ રહેલા જોવા મળે છે. આ બધામાં બે છોકરાઓ પાંચેક વર્ષની વયના જણાય છે અને દરેકની પાસે પોતાની સિગાર છે.

એક બાળક તો સાવ ખોળામાં સૂતું છે અને મહિલા સિગારેટના કશ લઇ રહી છે. આ પરિવાર ઇન્ડોનેશિયાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેઓ એમ માને છે કે હર્બલ સિગારેટથી કોરોના વાઇરસ સામે લડી શકાય છે. આ ઘટનાનો વિડીયો ઉતારી રહેલો માણસ કેમેરા પાછળથી બોલતો સંભળાય યે. કે કોરોના વાઇરસ સામે લડવા અમારો પરિવાર સિગારેટ પી રહ્યો છે. અલ્લાહની મરજી હશે તો કોરોના વાઇરસ નાબૂદ થઇ જશે.

(3:32 pm IST)