Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પુત્ર ઘરની બહાર ન નીકળે એ માટે પિતાએ તેને વૃદ્ધ જેવી ટાલ કરી આપી

લંડન તા. રઃ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસથી ફિલિપીન્સ પણ બાકાત નથી. ત્યાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. સરકારની વાત માનતા લોકો તો ઘરે જ રહે છે. જોકે યુવાનો અને બાળકોને લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં ટકાવવાં સહેલાં નથી. જોકે કેટલાક લોકોએ પોતાનાં યુવાન બાળકો ઘરમાં ટકી રહે એ માટે અવનવા ઉપાય કર્યા છે. ફિલિપીન્સમાં એક પિતાએ લોકડાઉનમાં તેના પુત્રને ઘરની બહાર જતો રોકવા માટે એક નવો જ રસ્તો અખત્યાર કર્યો છે. એક વિડિયોમાં બાળક પોતાના પિતાએ કાપેલા આડાઅવળા વાળ માટે રાડારોળ કરી રહ્યું છે. આ વિડિયોને હજારો લાઇકસ મળી ચૂકી છે. વાસ્તવમાં આ છોકરો લોકડાઉનના નિયમોનું પાલન ન કરતાં ઘરની બહાર જવા માગતો હતો એવામાં પિતાએ તેને સમજાવવાના સ્થાને આવો નિર્ણય લીધો. સોશ્યલ મીડિયા પર આ વિડિયો છોકરાની બહેને પોસ્ટ કરીને એની પાછળનું કારણ જણાવ્યું હતું. તેના પિતાએ બાળકને અધવચ્ચેથી ટકલુ કરીને જાણે વૃદ્ધ થઇ ગયો હોય એવો લુક બનાવી દીધો છે જેને કારણે હવે દીકરો શરમને કારણે ઘરની બહાર નીકળતો જ નથી.

(11:27 am IST)