Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પોતાની સાથે જ લગ્ન કરવા એક લાખ રૂપિયા ખર્ચ્યા આ યુવતીએ

ન્યુયોર્ક,તા.૨: લગ્ન એ એક એવી ધાર્મિક વિધિ છે, જેમાં માત્ર દુલ્હા-દુલ્હન નહીં, બે પરિવાર વચ્ચે સંબંધ બંધાય છે અને નવપરિણીત યુગલે ખાસ કરીને મહિલા પર તેના જીવનસાથી ઉપરાંત તેના પરિવારની પણ સંભાળ રાખવાની જવાબદારી હોય છે. જોકે એટલાન્ટાની મેગ ટેલર નામની મહિલાએ આ ચીલો ચાતરીને પોતે જ પોતાની સાથે લગ્ન કર્યાં છે.

વાત જાણે એમ છે કે આ બહેન ૨૦૨૦માં હેલોવીન ફેસ્ટિવલ પર લગ્ન કરવા માગતી હતી, પરંતુ જૂન ૨૦૨૦માં તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું. એ વખતે તે ખૂબ હેરાન થઈ, પણ આખરે તે એ દુખમાંથી બહાર આવી અને તેણે જીવનમાં અન્યોને ખુશ કરવાને બદલે પોતાને જ ખુશ કરવાનું નક્કી કર્યું અને પોતે જ પોતાની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

આ બહેને વર વિના જ ધામધૂમથી લગ્ન કરવાના નિર્ણય સાથે પોતાને માટે નવવધૂ માટેનાં કપડાંનો ઓર્ડર કર્યો, ડાયમન્ડની વીંટી ખરીદી અને પરિવાર તથા મિત્રોની હાજરીમાં પોતે જ તૈયાર કરેલી પ્રતિજ્ઞા બોલીને રિંગ પહેરી લીધી અને આઇનામાં પોતાને કિસ કરીને લગ્ન કરી લીધાં. આ બધા ભપકા પાછળ તેણે ૧૦૦૦ પાઉન્ડ એટલે કે લગભગ એક લાખ ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

(10:31 am IST)