Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

છીંક અશુભ છે ? અવનવું જાણો

છીંકને ખૂબ જ પ્રાચીન શુકન  માનવામાં આવે છે. આપણાં  શાસ્ત્રોમાં પ્રાચીન કાળથી એવી માન્યતા રહી છે કે છીંકના માધ્યમથી શરીરમાંથી ખરાબ  આત્માઓ કે નકારાત્મક ઊર્જા બહાર  નીકળી જાય છે. પોતે કોઈ કાર્ય કરવા જઈ રહ્યાં હો અને પોતાને જ છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે, પરંતુ બીજી કોઈ વ્યકિત છીંક ખાય તો તે સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે.

વિદેશોમાં પણ છીંકને લઈને અનેક માન્યતાઓ જોવા મળે છે. બ્રિટેનમાં કોષ્ટા જાતિના લોકો છીંકના શુકન માને છે. ગુલુ જાતિના લોકો છીંકને શુભ માને છે. જમૈકાના લોકો છીંક આવે ત્યારે કોઈ તેમની બુરાઈ કરી રહ્યું છે તેવું માને છે. જર્મનીમાં યાત્રા શરૂ કરતાં પહેલા છીંક આવે તો તેને શુભ માને છે.

યાત્રા કે કોઈ કાર્ય માટે નીકળતી વખતે છીંક આવે, શરદીને કારણે છીંક આવે તથા વાસ્તવિક છીંક સાંભળવા મળે, બીજાની છીંક સાંભળવા મળે તો તેનું અલગ-અલગ ફળ હોય છે. ભારતીય સંસ્કૃતિ છીંકની અલગ-અલગ સ્થિતિમાં અલગ-અલગ ફળ હોય છે. જેમકે...

કંઇ ખરીદતી વખતે, ર્ધામિક અનુધષ્ઠાન સમયે, મકાન પ્રવેશના સમયે, દવા ખાતી વખતે અને યાત્રાની શરૂઆત સમયે છીંક આવે તો તેને અશુભ મનાય છે. ભોજન કરતી વખતે એકથી વધારે છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે. યાત્રા કે કોઈ મહત્વના કાર્ય માટે નીકળતી વખતે જમવાનો અનુરોઘ કરવો, ભિખારીનું સામે મળવું, કોઈનું માથું ખંજવાળવું, કાગડાનું બોલવું, ધૂળની ડમરી ઊઢવી કે છીંક આવવી વગેરેને અપશુકન માનવામાં આવે છે.

 

(10:04 am IST)