Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

સતત તણાવની અસર ચીનના સૈનિકો પર જોવા મળી:તબીયતો પર અસર પડી રહી હોવાની માહિતી

નવી દિલ્હી: તત તનાવની અસર ચીનના સૈનિકોની તબિયત પર પપડી રહી છે.શાંઘાઈની યુનિવર્સિટીએ 580 નૌ સેનિકો પર એક અભ્યાસ કર્યો હતો અને તેમાં ખબર પડી હતી કે, દર પાંચમાંથી એક સૈનિક કોઈને કોઈ માનસિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે.ખાસ કરીને સાઉથ ચાઈના સીમાં તૈનાત નૌ સૈનિકોમાં માનસિક સમસ્યા વધારે જોવા મળી છે. સૈનિકો થાક, ગભરામણ , ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

પહેલા ચીનના સૈનિકોની શારીરિક સ્થિતિ અંગેનો એક રિપોર્ટ પણ લીક થયો હતો.જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, ચીની સેનામાં ભરતી થવા આવી રહેલા યુવાનો સંખ્યાબંધ શારીરિક સમસ્યાઓના શીકાર છે.મેદસ્વીપણાના કારણે મોટાભાગના યુવાઓ ભરતી માટેના ધારાધોરણો પર ખરા ઉતરી શકતા નથી.2017માં ભરતી પરીક્ષા દરમિયાન લેવાયેલા ફિઝિકલ ટેસ્ટમાં ભરતી માટે આવેલા યુવાઓ પૈકીના 60 ટકા યુવાઓ ફેલ થઈ ગયા હતા.

(5:50 pm IST)