Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ઇન્ફેકશનને કારણે આ ભાઇના પગ થઇ ગયા પ૦ કિલોના

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા શાહિદ હુસેન નામના ૩૮ વર્ષના ભાઇને પગમાં પાંચ વર્ષ પહેલાં એક પરોપજીવી કૃમિનું ઇન્ફેકશન થયું. આ ચેપને કારણે પગની લિમ્ફેટિક સિસ્ટમ ખોરવાઇ ગઇ. પગના ટિશ્યુઝમાં પાણી અને ટોકિસન્સનો ભરાવો થવા લાગ્યો. ધીમે ધીમે કરતાં હાલમાં આ સમસ્યા એટલી વકરી ગઇ છે કે ઘૂંટણથી નીચેના બન્ન પગ ફુલીને દડા જેવા થઇ ગયા છે. માત્ર પગનું જ વજન કરો તો એ પ૦ કિલોના છે. આને કારણે શાહિદભાઇ માટે હાલવા-ચાલવાનું કઠિન બની ગયું છે. બન્ને પગનું વજન દિનપ્રતિદિન વધતું જ જાય છે અને એને કારણે પગમાં સંવેદનાનું ભ્રમણ પણ ઘટી ગયું છે. ભારેખમ પગને કારણે ભાઇની હાલત લકવો ન થયો હોવા છતાં પથારીવશ થઇ ગઇ છે. પગ ફુલીને એનો ઘેરાવો ૩પ ઇંચનો થઇ ગયો છે. પાંચ સંતાનોના પિતા એવા શાહિદભાઇને હવે પોતાનું ગુજરાન કઇ રીતે ચલાવવું એ મોટો કોયડો થઇ ગયો છે. શરૂઆતમાં આ ચેપને તેમણે હળવાશમાં લીધો અને માન્યું કે થોડાક સમયમાં પગ સૂજવાની સમસ્યા મટી જશે, પણ એ મટવાને બદલે વધી ગઇ. હવે તેમણે કરાચીની મોટી હોસ્પિટલના ડોકટરોને પણ કન્સલ્ટ કર્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે ચેપ એટલી હદે ફેલાઇ ચૂકયો છે કે હવે એની સારવાર કરવાનું લગભગ અશકય છે.

(3:34 pm IST)