Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કાર્ગો ડિલિવરી માટે ગૂગલના બે ભૂતપૂર્વ એન્જિનિયરોએ તૈયાર કરી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર

ન્યુયોર્ક તા. રઃ આગામી દિવસોમાં દુનિયાભરમાંદ વિવિધ સર્વિસિસની ડિલિવરી માટે સેલ્ફ-ડ્રાઇવ કારનો ઉપયોગ થવાની શકયતા હોવાથી ગૂગલમાં કામ કરી ચૂકેલા બે એન્જિનિયરો ડેવ ફર્ગ્યુસન અને જિયાજીત ઝૂએ મળીને ઓટોનમસ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર 'ન્યુરો' તૈયાર કરી છે. એન્જિનિયરોએ ર૦૧૬માં એક સ્ટાર્ટઅપ તૈયાર કરીને આ કારનું નિર્માણ કર્યું છે. આ કાર જાણે એક લન્ચ-બોકસ જેવી દેખાય છે અને એમાં સામાન મૂનીે મોકલી શકાય છે. કાર વિવિધ સિગ્નલો વટાવીને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચી શકે છે. રસ્તે ચાલતા લોકોને પણ એ ડિટેકટ કરી શકે છે. ભવિષ્યમાં આવી કારનો ઉપયોગ આમ બને એવી શકયતાને જોઇને આ સ્ેલ્ફ-ડ્રાઇવિંગ કાર વિકસાવવામાં આવી છે.

(3:41 pm IST)