Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

મચ્છર તેને મારનારથી દૂર ભાગે છે

મચ્છર ઝડપથી શીખે છે અને ગંધ યાદ રાખે છે

જો તમે એવું વિચારો છો કે મચ્છર તમને એટલે કરડે છે કારણ કે તમારૂ લોહી મીઠુ છે તો આ ખોટુ નથી. એક નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ કે, મચ્છર તેને મારનારથી દૂર ભાગે છે. આ શોધ 'કરંટ બાયોલોજી'નામની એક પત્રિકામાં પ્રસારિત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મચ્છર ઝડપથી શીખી શકે છે અને ગંધને યાદ રાખે છે અને આ પ્રક્રિયામાં ડોપામાઈન એક મુખ્ય મધ્યસ્થની ભૂમિકા ભજવે છે.

મચ્છર એ જાણકારીનો ઉપયોગ કરે છે અને તેને બીજા ઉત્તેજનો સાથે વિશેષ વર્ટેબ્રેટ પોષક જાતિઓ અને નિશ્ચિત આબાદીમાં ઉપયોગ કરે છે. જોકે શોધથી એ પણ સાબીત થાય છે કે એક વ્યકિતની ગંધ સારી છે તો મચ્છર અપ્રિય ગંધને બદલે પ્રિય ગંધને પસંદ કરે છે.

શોધકર્તા અનુસાર, 'જો વ્યકિત  મચ્છરોને વધારે મારે છે અથવા તો રક્ષાત્મક વલણ અપનાવે છે, તે વ્યકિતથી મચ્છર દૂર રહે છે પછી ભલે તેનું લોહી ગમે તેટલુ મીઠુ હોય.' અમેરીકાના વજીરનિયા ટેકની શોધના સહાયક પ્રોફેસર ચોલ લાહોંડ્રેએ જણાવ્યું કે, 'હવે અમે જાણીએ છીએ કે મચ્છર ગંધ ઓળખે છે અને તેને લઈને વધુ રક્ષાત્મક રહેનારથી બચે છે.'

 

(9:51 am IST)