Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

શિયાળામાં પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી

ગરમીમાં તડકાથી બચવા માટે તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરતા જ હશો. પરંતુ, શું શિયાળામાં પણ તમે સનસ્ક્રીન લગાવો છો? જો ના.. તો જાણી લો કે શિયાળામાં પણ તડકાથી એટલો જ ભય હોય છે. જેટલો ઉનાળામાં હોય છે.

સ્કીન નિષ્ણાંતોનું માનવું છે કે, શિયાળામાં પણ કેન્સરનો ભય અને ત્વચાને અલ્ટ્રાવાયલેટ કિરણોનો ભય હોય છે.  ઉનાળામાં UVB કિરણો પડે છે. જે તમારી ત્વચા માટે હાનિકારક હોય છે. પરંતુ, શિયાળામાં UVB કરતા વધારે UVA કિરણો પડે છે.જેનાથી તમારી ત્વચા પર સનબર્ગ, કરચલી અને કાળા ડાઘ થઈ શકે છે.

એટલું જ નહીં જો ઋતુ બર્ફીલી હોય તો આસપાસ જામેલ બરફ સાથે અથડાઈને આવેલ તડકાના કિરણો ૮૦ ડિગ્રી તાપમાન બરાબર હોય છે. જે તમારી ત્વચા માટે ખૂબ જ ઘાતક છે. આ સમસ્યા ઉંચાઈવાળા વિસ્તારમાં રહેતા લોકોને વધુ થાય છે.

 

(9:50 am IST)