Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

વજન ઓછો કરવો છો? તો સવારે નાસ્તો જરૂર કરો

ઘણા લોકો વજન ઘટાડવાની મથામણમાં સવારે નાસ્તો કરતા નથી. પરંતુ, સવારનો નાસ્તો તમારા માટે ખૂબ જ  જરૂરી છે. જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેને અનેક બીમારીઓ ઘેરી લ્યે છે. તેનાથી કેટલાય પ્રકારની હૃદયની બીમારીનો ભય પણ વધી જાય છે. એવુ એટલા માટે છે કે, જ્યારે તમે નાસ્તો નથી કરતા તો તમે બપોરે વધુ જમો છો. જેનાથી તમારો વજન વધવા લાગે છે. જ્યારે તમે નાસ્તામાં અમુક ખાસ વસ્તુ લઈ શકો છો. જેનાથી તમારો વજનને સંતુલીત રહે.

સ્પ્રાઉટ્સ પૌઆ

સ્પ્રાઉટ્સ પૌઆ બનાવવા સરળ છે અને તે ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ હોય છે. જો તેમા સ્પ્રાઉટ્સ  મિકસ કરીને બનાવવામાં આવે તો તેનો સ્વાદ પણ સરસ આવે છે અને શરીરને પોષક તત્વ પણ મળે છે.

ઈંડા

ઈંડામાં પ્રોટીનની સાથે વિટામીન  એ, બી અને ઈ મોટા પ્રમાણમાં હોય છે. વજન ઓછો કરવા માટે ઈંડાનો સફેદ ભાગ બહુ ફાયદાકારક હોય છે. તેના પીળા ભાગમાં ફેટ વધુ પ્રમાણમાં હોય છે. ઈંડાની આમલેટમાં ઘીનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. શાકભાજી અને એક અથવા બે બ્રેડ સ્લાઈડ મિકસ કરી આમલેટનું દરરોજ સવારે સેવન કરો.

દલીયા

વજન સંતુલીત રાખવા માટે મોટા ભાગના લોકો દલીયાનું સેવન કરે છે. તેને તમે દૂધમાં મિકસ કરી અથવા શાક સાથે બનાવીને ખાઈ શકો છો. કાર્બોહાઈડ્રેડ, ફાઈબર, મિનરલથી ભરપુર દલીયાનું સરળતાથી પાચન થાય છે.

ઓટ્સ

ઓટ્સને ફાઈબરનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં એન્ટીઓકિસડેંટ પણ હોય છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે હૃદયની બીમારીઓથી પણ બચાવે છે. ઓટ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે અને શુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.

મલ્ટીગ્રેન બ્રેડ સૈંડવીચ

નાસ્તા માટે મલ્ટીગ્રેન બ્રેડ સૈંડવીચ સૌથી ફાયદાકારક છે. તેમાં તમે શાકભાજી જેમ કે, ટમેટા, કાકડી, વગેરે નાખીને બનાવી શકો છો.

(9:47 am IST)