Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સિડનીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ:ત્રીજી ટેસ્ટ મેચ પર વધી રહ્યું જોખમ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં બીજો ટેસ્ટ મેચ જીત્યા બાદ આરામ અને મોજ મસ્તીથી સમય પસાર કયર્િ બાદ હવે આજથીત્રીજા ટેસ્ટ મેચ માટે ઈન્ડિયન ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ શરૂ કરશે. હાલમાં ભારતીય ટીમ મેલબર્નમાં છે અને શનિવાર તેમજ રવિવાર બે દિવસ પ્રેક્ટિસ કરીને સિડની માટે રવાના થશે. પરંતુ એ ચિંતાજનક બાબત એ છે કે સિડનીમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે અને ત્રીજો ટેસ્ટ મેચ દર્શકો વગર જ રમવું પડશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

      ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરના રોજ કોવિડ 19ના નવા કેસ સામે આવ્યા હતા. અને માત્ર 2 સપ્તાહમાં જ કોરોનાના નવા કેસની સંખ્યા 170થી વધુ થઈ ગઈ હતી. આથી જ સ્થાનિક મીડિયાએ વ્યક્ત કરેલ અંદાજ અનુસાર ટેસ્ટ સિરીઝનો બીજો મેચ દર્શકો વગર જ રમવું પડે એવું બની શકે છે. સિડનીમાં બ્લ્યુ માઉન્ટેન અને ઇલવારા વિસ્તાર કોરોનાથી વધુ અસરગ્રસ્ત જોવા મળ્યા છે અને ત્યારે સિડની ગ્રાઉન્ડ તો સુરક્ષિત કરાયું છે પરંતુ મેચ જોવા માટે દર્શકોની હાજરી કેટલી યોગ્ય એ બાબતે ચચર્િ વિચારણા થઈ રહી છે. હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ મીડિયાના સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર ટેસ્ટનો ત્રીજો મેચ દર્શકો વગર જ ક્રિકેટરોએ રમવું પડે એવું બની શકે છે.

(5:15 pm IST)