Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

પર્વતની ટોચે બોયફ્રેન્ડે પુછ્યું, વિલ યુ મેરી મી ? યુવતીએ હા પાડતાં બન્ને નીચે ગબડ્યાં

નવી દિલ્હી,તા. ૨: ઓસ્ટ્રિયાના કેરિન્થ પ્રાંતના ફોકાર્ટ પહાડોમાં એક પ્રેમી યુગલ ખડકના કિનારે બેઠું હતું. એ રોમેન્ટિક વાતાવરણમાં ૩૨ વર્ષની યુવતીને તેના ૨૭ વર્ષના બોયફ્રેન્ડે લગ્નનો પ્રસ્તાવ મૂકયો, 'વિલ યુ મેરી મી?' લગ્નના પ્રસ્તાવમાં તેણે હા પાડી. 'હા'કહેતાં જ યુવતી ખીણમાં ગબડી ગઈ અને તેની સાથે આલિંગનબદ્ઘ યુવક પણ ખીણમાં પડ્યો. ૬૫૦ ફુટ નીચે પડેલી યુવતી બરફના થરને કારણે આબાદ બચી ગઈ હતી, પરંતુ પ્રેમી યુવકને કરોડરજ્જુના મણકામાં ફ્રેકચર આવ્યું હતું. ૫૦ ફુટ હવામાં ફંગોળાઈને બન્ને અલગ-અલગ ઠેકાણે પડ્યાં હતાં. એક રાહદારીએ બરફની કાર્પેટ પર પડેલી યુવતીને જોઈને પોલીસને જાણ કરી અને પોલીસે રેસ્કયુ ટીમ મોકલીને તેને ઉગારીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પ્રેમી યુવકને હેલિકોપ્ટર ક્રૂએ બચાવ્યો હતો.

(9:29 am IST)