Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

બ્લાઇન્ડફોલ્ડ બેલેન્સ

લંડન, તા.૨: વિયેટનામના બે  ભાઇઓએ તાજેતરમાં જબરદસ્ત ગિનેસ વર્લ્ડ રેકોર્ર્ડ બનાવ્યો છે. સર્કસમાં કામ કરતા ગિએપ-ગિઆન્ગ કયુઓફ બ્રધર્સે ઇટલીની એક ટીવી-ચેનલના શોમાં આ સ્ટન્ટ પર્ફોર્મ કર્યો હતો. જેને ગિનેસ દ્વારા પણ માન્યતા મળી હતી. આ સ્ટન્ટમાં ગિઆન્ગ નામના ભાઇની આંખે કાળો પાટો બાંધવામાં આવ્યો હતો. ગિએપ તેના માથે ઊંધો ઊભો રહી ગયો હતો. ગિઆન્ગના માથા પર ગિએપ માત્ર પોતાનું માથું મૂકીને શરીરને બેલેન્સ કરીને અપસાઇડ-ડાઉન સ્થિત કર્યું હતું. બન્નેના માથા સિવાય શરીરનું એકેય અંગ એકબીજાને સ્પર્શતું નહોતું. ત્યાર બાદ ગિએપે એની સામેના દસ દાદરા ઊતરવાનું શરૂકર્યુ. ખૂબ નજાકત અને ધાર્યા કરતાં ઘણી વધુ ઝડપથી ભાઇને માથે બેલેન્સ કરીને દસ દાદરા ઊતરી ગયો. આ સ્ટન્ટ જયારે ભજવાઇ રહ્યો હતો ત્યારે ત્યાં હાજર સૌનાં મોં અચંબાથી પહોળાં થઇ ગયેલાં.

ગિઆન્ગે દસ દાદરા ચડવા-ઊતરવાનો આ સ્ટન્ટ માત્ર ૫૩.૯૭ સેકન્ડ્સમાં પૂરો કરી લીધો હતો.

(3:41 pm IST)