Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ચીનમાં ભિખારી પણ મહિને ૧લાખ રૂપિયાની કમાણી કરે છે

બીજીંગ,તા.૨: કોઈ માણસ ભીખ કયારે માંગે? ત્યારે જ ને, જયારે તેના ઘરમાં બે વખતના જમવાની વ્યવસ્થા પણ ના  થતી હો. સામાન્ય  રીતે  કોઈ  ભિખારી ભીખ માંગીને બહુ તો કેટલા પૈસા કમાઈ શકે, ર૦૦ કે પ૦૦ રૂપિયા. પરંતુ ચીનના એક ભિખારી છે જે દર મહીને એક લાખ રૂપિયા કમાય છે આટલું જ નહી તેમના બાળકો પણ તેમના વિસ્તારની મોટી સ્કૂલમાં અભ્યાસ કરી છે. આ વ્યક્તિનો ફોટો સૌથી પહેલા ર૦૧૪માં ચીનની માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં તે વ્યક્તિ જમીન પર બેસીને તેને મળેલા રૂપિયાનો ઢગલો કરીને ગણતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ આ ફોટો ખૂબ જ વાયરલ થઈ ચૂકયો છે.

આ વ્યક્તિ દર મહીને ભીખ માંગીને ૧૭૦૦ ડોલર કમાય છે. ભારતના ચલણ મુજબ તે લગભગ એક લાખ રૂપિયા કમાય છે. તેમને ત્રણ બાળકો છે જે શહેરની મોટી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ભીખ માંગી માંગીને આ વ્યકિતએ બીજિંગમાં બે માળનું ઘર પણ બનાવી લીધું છે. દર મહીનાના અંતે પૈસા ભેગા કરીને પોસ્ટ ઓફિસ પહોંચી જાય છે અને ત્યાં જમીન પર બેસીને જે તે પૈસાનો ઢગલો કરીને તેને ગણે છે. ભીખમાં મળેલી નોટોની ગણતરી કરવા માટે તેમને સ્થાનીક કર્મચારીની મદદ લેવી પડે છે. નોટ ગણવા માટે તેમની મદદ કરનાર કર્મચારીને તેઓ ટ્રીપ પેટે ૧૦૦ ચીની યુઆન એટલે કે લગભગ ૯૦૦ રૂપિયા ટીપ સ્વરૂપે આપે છે. (૯.૬)

(3:31 pm IST)