Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ર૦૧૮માં નાસાનું સૂર્યને સ્પર્શનું મિશન

ન્યુયોર્ક તા. ર :..  ર૦૧૮ માં અમેરિકાની વિખ્યાત સંસ્થા નાસા ૬૦ માં વર્ષમાં પ્રવેશ કરશે. આ વર્ષ  દરમ્યાન 'સૂર્યને સ્પર્શ' જેવું એક વિશીષ્ટ મિશન હાથ ધરવામાં આવશે. પાર્કર સોલર પ્રોબ દ્વારા વર્ષ દરમ્યાન સૂર્યના બાહ્મ વાતાવરણમાં સંશોધનનો આરંભ કરવામાં આવશે. લગભગ સાત વર્ષના ગાળામાં અવકાશયાનોનાં સાત સંશોધન ઉડ્ડયનોમાં ભ્રમણકક્ષાને સૂર્યની નિકટ લઇ જવા માટે શુક્ર ગ્રહના ગુરૂત્વાકર્ષણનો ઉપયોગ કરવામાં આવશે.  અવકાશયાન સૂર્યના વાતાવરણથી લગભગ ૬ર લાખ કિલો મીટરના  અંતરથી પસાર થશે. અવકાશયાનનો પસાર થવાનો માર્ગ બુધની ભ્રમણકક્ષાની ભીતર રહેશે. ટુંકમાં, અત્યાર સુધીમાં કોઇ પણ અવકાશયાન ન ગયું હોય એટલી નિકટ સુધી પાર્કર સોલર પ્રોબ પહોંચવાની ધારણા છે. પ્રોબ કાળઝાળ ગરમી  અને સૂર્યનો  કિરણોત્સર્ગ ધરાવતા  ખતરનાક ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સંશોધન કરશે. મિશનનાં પ્રાથમિક લક્ષ્યોમાં ઊર્જા અને ઉષ્ણતા સૂર્યના તેજોવલયમાંથી કેવી રીતે પસાર થાય છે એનું સંશોધન પણ કરવામાં આવશે. સૌર પવન અને સૌર ઊર્જા કણોને વેગ આપનારા પરિબળોનું સંશોધન પણ મિશનના ભાગરૂપે કરવામાં આવશે.

(11:22 am IST)