Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

દુબઇમાં ૬૭૦૦ કરોડના ખર્ચે બની રહી છે બુર્જ ખલીફાથી પણ ઊંચી ઇમારત

૨૦૨૦માં તૈયાર થશેઃ ઇમારતનું નામ હશે 'ધ ટાવર': બુર્જ ખલીફાની ઉંચાઇ છે ૮૨૮ મીટર તો આ ઇમારત ૧૦૦૦ મીટર ઊંચી હશે

દુબઇ તા. ૨ : હાલના સમયમાં દુબઈ સ્થિત બુર્ઝ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે પણ તે આ રેકોર્ડ ટૂંક સમયમાં તેની પાસેથી છીનવાઈ જશે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ રેકોર્ડ ફરી એકવાર દુબઈના નામે જ થવાનો છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા કિંગડમ હોલ્ડિંગ જેદ્દામાં એક ટાવરનું નિર્માણ કરી રહ્યું છે જે ન માત્ર બુર્ઝ ખલીફાથી ઊંચું હશે અને અનેક વિવિધતાઓથી પણ ભરપૂર હશે.

દુબઈની આ નવી બિલ્ડીંગ એફિલ ટાવરના આકારમાં બનાવવામાં આવશે. આમાં, ઘણી ખાસિયતો જોવા મળશે જેમ કે, ફરતા ગાર્ડન, ફરતી બાલ્કની વગેરે. તેને દુબઈ ક્રીકની વચ્ચોવચ બનાવવામાં આવશે.

દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ 'ધ ટાવર'નું કન્સ્ટ્રકશન દુબઈના ક્રીક હાર્બરમાં શરૂ થઈ ગયું છે. ૨૦૨૦માં તે બની તૈયાર થઈ જશે અને દુનિયાની સૌથી ઈમારતથી ૧૦૦ મીટર ઊંચી હશે. ઉલ્લેખનીય છે કે, બુર્ઝ ખલીફાની ઊંચાઈ ૮૨૮ મીટર છે.

દુબઈના શાસક, UAEના પીએમ અને વાઈસ પ્રેસિડેન્ટ શેખ મોહમ્મકદ બિન રાશિન અલ મખતૂલે આ પ્રોજેકટને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આ ગગનચુંબી ઈમારતને બનાવવામાં આશરે ૬૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

દુનિયા સૌથી ઊંચી બિલ્ડીંગનું નામ 'ધ ટાવર'રાખવામાં આવશે. દુબઈની મોટી ડેવલપર એમ્મામર પ્રોપર્ટીઝે આ ઈમારત બનાવવાની જાહેરાત કરી છે. તેને બનાવવા માટે ૨.૩ સ્કવેર માઈલની જગ્યાની જરૂર પડશે.(૨૧.૭)

(9:39 am IST)