Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

બ્રિટનમાં સફળ કરીઅર ધરાવતી મહિલાનો પતિ છે હાઉસ-હસબન્ડ

લંડન તા. ર : ઇંગ્લેન્ડમાં લીસેસ્ટરશરમાં આવેલી એક પ્રાઇવેટ સ્કુલની ૪૭ વર્ષની હેડમિસ્ટ્રેટસ ગ્વેન બ્રાયોમ શિક્ષજગતમાં ખૂબજ પોપ્યુલર છે. આખા દેશમાં તે લેકચર આપે છે અને સેમિનાર ગોઠવે છે. તેને બે વર્ષથી લઇને ૧૯ વર્ષ સુધીના પાંચ બાળકો છે એટલે કોઇને વિચાર થાય કે તે બાળકોને કયારે સમય આપતી હશે. જો કે આ મહિલાએ એન્ડુ નામના એવા પુરૂષ સાથે લગ્ન કર્યા છે જે નોકરી કરતો નથી પણ હાઉસ-હસબન્ડ તરીકે ઘરનું અને બાળકોનું ધ્યાન રાખે છે. ગ્વેનનું માનવું છે કે જો મહિલાએ સફળ કરીઅર જોઇતી હોય અને બાળકોની પણ ઝંખના હોય તો તેેણે આવા પુરૂષ સાથે લગ્ન કરવા જોઇએ.ગ્વેન છેલ્લા બાર વર્ષથી ફુલટાઇમ સ્કુલના જોબને આપેછે અને એન્ડ ઘરનું ધ્યાન રાખે છે. ઇંગ્લેન્ડમાં આવા હાઉસ-હસબન્ડની સંખ્યા પણ વધી રહી છે ૧૯૯૩માં આવા પુરૂષોની સંખ્યા ૧૧,૦૦૦ હતી જે ર૦૧૭માં વધીને ર,૩ર,૦૦૦ એ પહોંચી છે.

(9:11 am IST)