Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગૂગલનું ઇન્ટરનેટ બલૂન કેન્યામાં તૂટી પડયું

લંડન તા. ર : ગૂગલ દ્વારા વિશ્વના તમામ ભાગોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડવા માટે પ્રોજેકટ બલૂન હેઠળ આકાશમાં પૃથ્વીની સપાટીથી ૧૭.૬ કિલોમીટરની ઉંચાઇએ દસ બલૂનો ગોઠવવામાં આવ્યા છે. એમાંથી એક બલૂન શુક્રવારે કેન્યામાં તૂટી પડયું હતું. આ બલૂનની એકસપાયરી ડેટ છ મહિલા પહેલાં હતી. આ બલૂનના તૂટેલા અવશેષો પાસે પહોંચનારા લોકોએ માથું દુખવાની ફરીયાદ કરી હતી.

(9:11 am IST)