Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

રશિયા સહીત આર્જેન્ટિનામાં એક સાથે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયા અને આર્જેન્ટિનાના પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ સેન એટોનિયો ડી લોસ કોબરેમાં ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા હતા. ખાસ બાબત છે કે બંને દેશોમાં એક સમયે ભુકંપના ઝટકા આવ્યા હતા. ભુકંપની તીવ્રતા પણ સમાન રહી હતી. જો કે બંને જગ્યાએ ભુકંપથી જાનમાલને નુકસાનની ખબર નથી.

            અંગેની વિગત મુજબ રશિયાન દુરના પુર્વ વિસ્તારમાં આજે ભુકંપના જોરદાર ઝટકા આવ્યા હતા. યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે અનુસાર ભુકંપની તીવ્રતા 6.4ની નોંધાઇ હતી. જોકે જાનમાલને હાનીના કોઇ ખબર નથી. જયારે આર્જેન્ટિનાના પશ્ર્ચિમ દક્ષિણ-પશ્ર્ચિમ સેન એટોનિયો ડી લોસ કોબરામાં પણ ભુકંપના ઝટકા અનુભવ્યા હતા. અહીં ભુકંપની તીવ્રતા 6.3 નોંધાઇ હતી. અહીં પણ જાનમાલને હાનીના ખબર નથી ભુકંપના ઝટકા આજે વહેલી સવારે 4.ર3 વાગ્યે આવ્યા હતા.

(6:15 pm IST)