Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

હે ભગવાન: ચીનમાં એક શખ્સ એમઆઈ સ્ટોરમાં જઈ ડિસ્પ્લેની તમામ પ્રોડક્ટ ખરીદી લાવ્યો

નવી દિલ્હી: દુનિયાભરમાં એવા અનેક લોકો રહેલા છે જે પોતાની મનગમતી વસ્તુઓ કે શોખને પુરો કરવા માટે ક્રેઝીનેસની તમામ હદો વટાવે. કોઈ ચીજ પસંદ આવે ત્યારે તેની પાછળની ઘલેછા ક્યારેક આપણે એવું કાર્ય કરાવે છે, જે અન્ય લોકો માટે હાસ્યાસ્પદ અથવા આશ્ચર્યજનક સાબિત થાય છે. તાજેતરમાં ટેક કંપની શાઓમીને પણ આવો એક ક્રેઝીફેન મળ્યો છે જેને એમઆઈ હોમ સ્ટોરમાં ડિસ્પ્લેમાં રહેલ તમામ પ્રોડક્ટ ખરીદી લીધી.

            દિગ્ગજ ટેક કંપની શાઓમીને વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે તેમાં બે મત નથી પરંતુ શાઓમી પાસે અનેક ક્રેઝી ફેન્સ પણ છે. તાજેતરમાં બનેલ કિસ્સો ચીનનો છે. જેમાં એક ફેન્સએ સ્ટોરમાં રહેલ તમામ પ્રોડક્ટની ખરીદી એક સાથે કરી. ખરીદી માટે યુવાને ૬,૯૯,૦૦૦ યુઆન એટલે કે ૭૭,૫૫,૦૦૦ રૂપિયા ચુકવ્યા છે. ખરીદી અને તેના બિલનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. વિડીયોમાં યુવાન દ્વારા કરેલ શોપિંગની ટ્રાન્જેક્શન સ્લીપ દેખાઈ રહી છે. અને મજાની વાત તો છે કે આટલી મોંઘી શોપિંગ કર્યા હોવા છતાં શાઓમી ફેને કોઈ ડિસ્કાઊન્ટ કુપનનો ઉપયોગ કર્યો નથી.

(6:14 pm IST)