Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ભાઈએ પહેલાં લેપટોપ ચોર્યું અને પછી ઈ-મેઇલ મોકલી કહ્યું, સોરી, હું બહુ ગરીબ છું

લંડનઃ તા.૧, તાજેતરમાં એક ચોર પોતાની વિચિત્ર હરકતને કારણે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે. સ્ટીવ વેલેન્ટાઇન નામના એક ટ્વિટર-યુઝરે પોસ્ટ મૂકી છે જેમાં પોતાના રૂમમેટનું લેપટોપ ચોરાઈ ગયાની ઘટના વર્ણવી છે. આ સાથે તેણે રૂમમેટને મળેલી એક ઈ-મેઇલનો સ્ક્રીનશોટ પણ મૂકયો છે. ઈ-મેઇલ લેપટોપ ચોરનારે ખુદ મોકલી છે. એમાં લેપટોપ  ચોરવા બદલ ખૂબ દિલથી માફી માગી છે. એના બદલામાં તેણે યુનિવર્સિટીનું કોઈ વર્ક કે પ્રોજેકટની ફાઇલ લેપટોપ માંથી જોઈતી હોય તો એ ઈ-મેઇલથી મોકલી આપવાની ઓફર પણ મૂકી છે.

નવાઈની વાત એ છે કે તેણે પોતાની ગરીબાઈનાં રોદણાં પણ રડતાં લખ્યું છે, 'તારું લેપટોપ  લઈ લેવા બદલ હું ખૂબ દિલગીર છું, પણ હું બહુ ગરીબ છું અને મને પૈસાની બહુ જ જરૂર છે. મેં તારો ફોન અને વોલેટ એમ જ છોડી દીધાં છે. મને આશા છે કે તને એનાથી મદદ થશે.' (૪૦.૭)

(3:39 pm IST)