Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

૩૦ મિનિટમાં ૧૮ બીયર બોટલ પી જાય છે 'જેમ્સ બોન્ડ'

ન્યુયોર્ક તા. ૧ : જેમ્સ બોન્ડ સ્ટાર ડેનિયલ ક્રેગનું કહેવું છે કે તેની લોકપ્રિયતાના કારણે તે ઓછામાં ઓછા સમયમાં વધુ ડ્રિન્ક કરવામાં ઉસ્તાદ થઈ ગયો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હોલિવૂડ એકટર ડેનિયલ ક્રેગે જણાવ્યું કે મને પબમાં લગભગ ૩૦ મિનિટની આ તક મળી. તે સમય દરમિયાન હું ૧૮ બિયરની બોટલ પી ગયો.

ડેનિયલ ક્રેગનું સ્પષ્ટપણે કહેવું છે કે તે જયારે રાત્રે ફરવા નીકળે ત્યારે સ્માર્ટફોનના કારણે તે પરેશાન થઈ જાય છે કારણકે લોકો સતત ડેનિયલ ક્રેગની સાથે સેલ્ફી લેવા માટે પહોંચી જાય છે. ક્રેગને ડ્રિન્ક કરવું પસંદ છે અને તે હંમેશાં નવા પબની મુલાકાત લેતો જ રહે છે.

ડેનિયલ ક્રેગનું કહેવું છે કે આખો દિવસ ઓટોગ્રાફ સાઈન કરવામાં તેને કોઈ વાંધો નથી પણ રાત્રે જયારે તે ડ્રિન્ક એન્જોય કરવા માટે કોઈ બારમાં જાય ત્યારે ફોટો ખેંચાવવો તેને પસંદ નથી. જેમ્સ બોન્ડ ફેમ ડેનિયલ ક્રેગનું કહેવું છે કે તે હવે સામાન્ય માણસની જેમ જીવન નથી જીવી શકતો કારણકે હવે તમામ લોકો પાસે સ્માર્ટફોન છે અને સતત સેલ્ફી લેવા માટે પહોંચી જાય છે.(૨૧.૮)

(11:50 am IST)