Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

નેપાળમાં બોંબ બનાવની સામગ્રી સાથે બે ભારતીયોની ધરપકડ

નવી દિલ્હી: નેપાળની રાજધાનીમાં બોંબ બનવાની સામગ્રી સાથે બે ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે.સ્થાનિક પોલીસે આપેલી માહિતી મુજબ કક્કર ભિઠઠાથી કાઠમંડુ જનાર માર્ગ પર તપાસ દરમિયાન બે વ્યક્તિઓને એક બસ માંથી ધરપકડ કરવામાં આવી તેઓ પાસે વિસ્ફોટક ઉપકરણો હતા.અધિકારીઓ દ્વારા આ બે ભારતીયોના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.નેપાળમાં 7 ડિસેમ્બરે થનાર સંસદીય તથા રાજ્ય ચૂંટણીના બીજા ચારણના પહેલા ઉમેદવારો તથા તેમની સભાઓ  પર હુમલો થવાના લીધે પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ આરંભવામાં આવી છે.

 

(7:28 pm IST)