Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

નિતંબ પરની ચરબી ઘટાડવી હોય તો બેઠાડુ કામ છોડો

નવી દિલ્હી તા.૧ : તમે જો રોજ અડધો-એક કલાક કસરત કરીને બાકીનો આખો દિવસ બેઠાડુ જીવન ગાળતા હો તો એનાથી ખાસ ફાયદો નહી થાય. ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીના પ્રોફેસરોનું કહેવુ છે કે બેઠાડુ જીવનથી નિતંબ પહોળા થઇ જાય છે.

ચરબીયુકત ખોરાક ખાવાથી શરીરમાં વધુ માત્રામાં ટ્રાઇગ્લિસેરોઇડ (શરીરમાં જમા થતી એક પ્રકારની ચરબી) બને છે. જયારે આ કોષો એમ જ પડયા રહે છે. ત્યારે ચરબીરૂપે જમા થવાની ગતિ વધી જાય છે એટલુ જ નહી, દિવસ દરમિયાન તમે શરીરના જે ભાગ પર વધુ પ્રેશર આપીને બેસી રહો છો એ જગ્યાએ આખા શરીર કરતા પચાસ ટકા વધુ ચરબીના કોષો જમા થાય છે. એનો મતલબ એ થયો કે જો તમે આખો દિવસ બેઠાડુ ગાળતા હો તો નિતંબ અને જાંઘ ભારે થઇ જાય છે. દિવસ દરમ્યાન રહેવાનુ ન થાય તો જ નિતંબ પરની ચરબી ઘટે છે.

(4:12 pm IST)