Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અમેરિકાની બેકરી માસિકની પીડા મટાડે એવી બ્રાઉની વેચે છે

ન્યુયોર્ક તા.૧: પિરિયડ્સ આવે ત્યારે પેડુમાં ક્રેમ્પ્સ આવે, ઊબકા-ઊલટી થાય અને મૂજ ખરાબ રહે તો હવે દવાની ગોળીઓ ફાકવાની જરૂર નથી. એટ લીસ્ટ અમેરિકામાં રહેતી મહિલાઓ માટે તો નવો અજમાવી શકાય એવો વિકલ્પ ખુલ્યો છે. મૂન સાઇકલ નામની બેકરી પિરિયડ્સની પીડા ગાયબ કરી દે એવી બ્રાઉની બનાવે છે. બેકરીવાળાનો દાવો છે કે આ બ્રાઉની ખાવાથી માસિક પહેલાં, દરમ્યાન અને પછીની પીડાનાં અને મૂડસ્વિંગ્સનાં લક્ષણો શમે છે. ત્રણ પ્રકારની બ્રાઉની આ બેકરીએ ડેવલપ કરી છે અને એમાં એન્ટિ-ઇન્ફલમેટરી ખનિજદ્રવ્યો ઉમેર્યા છે. બોરોન, મેગ્નેશ્યમ, મચા ટી, આદું, આયર્ન અને કેલ્શિયમનાં સપ્લિમેન્ટ્સ આ બ્રાઉનીમાં છે. ૧૦૦૦ રૂપિયામાં એક, ૧૫૦૦ રૂપિયામાં બે અને ૨૦૦૦ રૂપિયામાં ત્રણ બ્રાઉની આ બેકરી આખા અમેરિકામાં ગમે ત્યાં ફ્રીમાં શિપિંગ કરીને મોકલી આપે છે. બેકરીના ફાઉન્ડર ડેવન લોફટ ફિટનેસ-ફ્રીક પણ છે એટલે તેમનું કહેવું છે કે જે સ્ત્રીઓને માસિક દરમ્યાન પીડા થતી હોય તેઓ આ સ્વીટ કાઇને પીડી મિટાવી શકે છે.

(12:53 pm IST)