Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

આરોપીએ કોર્ટમાં કહ્યું- 'હું અપરાધી નથી', પછી ઝેર પી લીધું

નિર્દોષતા સાબિત કરવા ભર્યું આવું પગલુ

લંડન તા. ૧ : કોર્ટમાં ન્યાયાધીશ આરોપીને સજા સંભળાવે તે પહેલા આરોપીને પોતાની નિર્દેોષતા સાબિત કરવા માટે તક આપવામાં આવે છે. તે પોતાને નિર્દોષ સાબિત કરવાની દરેક શકય કોશિશ કરી શકે છે, પણ એક આરોપી પોતાની સજાથી એટલો કંટાળી ચૂકયો હતો કે. તેણે એક એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહી કરી હોય. તેણે આવું જજ અને વકીલ સામે કોર્ટમાં જ કર્યું.

બન્યું એવું કે, નેધરલેન્ડ્સની એક ક્રાઈમ ટ્રિબ્યૂનલ કોર્ટમાં આરોપ સ્લોબદાન પ્રાલજાકે ખિસ્સામાંથી નાની બોતલ કાઢીને ગટગટાવી લીધી. તે બોતલને મોંઢે માંડતા પહેલા જોરથી ચીંખ્યો 'મેં કોઈ અપરાધ કર્યો નથી.' સ્લોબદાને શું કર્યું તે અંગે બધા અસમંજસમાં હતા કે, ત્યારે જ તેના વકીલે બૂમ પાડી કે, તેણે ઝેર ખાઈ લીધું છે. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ત્યાં સુધી તેનું મૃત્યુ થઈ ચૂકયું હતું.

૯૦ના દાયકામાં નેધરલેન્ડ્સમાં મુસલમાનોને બોસ્નિયા-ક્રોએશિયાથી અલગ રાખવામાં માટે યુદ્ઘ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા મુસલમાનોને મારી નાખવામાં આવ્યા હતા. સ્લોબદાન તે લોકોમાં શામેલ હતા. આ આરોપ માટે તેને ૨૦૦૪માં ૨૦ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. બુધવારે જયારે તે ફરીવાર કોર્ટમાં રજૂ થયો ત્યારે જજે તેની સજાને યથાવત રાખી, જેથી તેને ધીરજ તૂટી અને ઝેર ખાઈ લીધું. (૨૧.૧૦)

 

(12:05 pm IST)