Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રિલેકસેશન માટે વપરાતી કાવા ટીથી લિવર - ફેલ્ચરનું રિસ્ક વધી શકે છે

ન્યુયોર્ક તા.૧ : ચાને બદલે આજકાલ કાવા ટી પીવાની ફેશન છે. ખાસ પ્રકારના ચા જેવા પ્લાન્ટમાંથી આ ડ્રિન્ક બને છે તમે જયારે ખૂબ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હો ત્યારે આ કાવા ટીથી રિલેકસેશન ફીલ થઇ શકે છે  જો કે આ ચાનેહેલ્ધી અથવા તો હર્બલ સમજીને એનો બેફામ ઉપયોગ કરવો ઠીક નથી. અમેરિકાની યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર મેડિકલ સેન્ટરના નિષ્ણાતોનું કહેવું છે કે કાવા પ્લાન્ટમાંથી બનાવવામાં આવતી સાદી ચાના વધુ ઉપયોગથી સ્નાયુઓ તુટે છેઅને લિવર ખરાબ થાય છે. આ કાવા ટી મર્યાદિત માત્રામાં જ પીવી જોઇએ. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જેમનું લિવર અને કિડની ઓલરેડી નબળા છે. એવા લોકો જો કાવા ટી પીએ તો તેમને લિવર-ફેલ્યર થવાની સંભાવના વધી જાય છે.

 

(10:05 am IST)