Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

નવજાત શિશુની આંખમાં આંખ પરોવીને વાતો કરો તો બાળક સ્માર્ટ થશે

લંડન તા. ૧ :.. આજકાલ જે વ્યકિત વાતચીત કરવામાં કોન્ફિડન્ટ હોય અને કમ્યુનિકેશન સારું કરી શકે એ જ સફળ થાય ેછે. આ બન્ને કવોલીટી તમારા બાળકમાં વિકસે એવું ઇચ્છતા હો તો તેની સાથે નવજાત અવસ્થામાં જ વાતો કરવાનું શરૂ કરી દો. એટલું જ નહીં, બાળક સાથે આંખમાં આંખ પરોવીને વાત કરવી આવશ્યક છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના નિષ્ણાતોનું કહેવું છે કે બાળક નાનું હોય ત્યારે આંખમાં આંખ પરોવીને વાત કરવાથી તેના મગજના ચોકકસ ભાગોમાં એકિટવીટીનું પ્રમાણ વધે છે. એનાથી હાર્ટ-રેટ અને લાગણીઓ સાથે સંકળાયેલો ભાગ એકિટવેટ થાય છે. મગજમાં ના ચેતાતંતુઓની ગતિવિધીઓ ઝડપી બને છે અને માહિતીની ટ્રાન્સફર ઝડપથી થાય છે. પેરન્ટસ અને બાળક વચ્ચે જયારે આંખ મિલાવીને વાતચીત થાય છે ત્યારે બાળક તેમની સાથે વધુ ઐકય અનુભવે છે અને કયારે બોલવું અને કયારે સાંભળવું એ શીખે છે. બાળક બોલતાં શીખે એ પહેલાથી જ તેની સાથે આ પ્રકારે વાતચીત કરવાથી તેની ભાષા અને સંવાદ કરવાની ક્ષમતા સારી થાય છે. બાળકનું કમ્યુનિકેશન સુધારવું હોય તો નાનપણથી જ આ ટેકિનક વાપરવી જોઇએ.

(9:33 am IST)