Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઓએમજી......યુ.એસ.ના ડોક્ટરનું અનોખું સાહસ: બેભાન કર્યા વગર કરી યુવતીની સર્જરી: વિડીયો લાઈવ શેર કર્યો

નવી દિલ્હી લોકો સર્જરીનું નામ સાંભળીને ડરી જાય છે. અને જો બેભાન કર્યા વિના સર્જરી અને એ પણ બ્રેન સર્જરી, આવી સર્જરી વિશે વાત કરવામાં આવે તો દંગ રહી જશો. બેભાન કર્યા વિના સર્જરી!!! જી હા આ સાચું છે કે એક છોકરીની બ્રેન સર્જરી થઇ છે અને એ પણ બેભાન કર્યા વિના કરવામાં આવી છે. યુ.એસ. ની એક હોસ્પિટલમાં ડોકટરોએ બેભાન કાર્ય વિના યુવતીની બ્રેન સર્જરી કરી. જેનું ફેસબુક લાઇવ પણ કરાયું હતું.                  

                     મેથોડિસ્ટ ડલાસ મેડિકલ સેન્ટરમાં જેના સ્ક્રેડની બ્રેન સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી ફેસબુક પર લાઈવ બતાવામાં અવી હતી, જેમાં જોવા મળ્યું હતું કે દર્દી જેના સ્ક્રેડ ડોક્ટર સાથે વાત કરી રહી છે. આ દરમિયાન દર્દીએ સતત વાત ચાલુ રાખવી પડે છે, જેથી જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી શકાય. ઉલ્લેખનીય છે કે મગજની સર્જરી હોવાના લીધે દર્દીને સતત વાત કરતા રહેવું પડે છે જેથી સર્જરીમાં કોઈ ચેડા થાય તો મગજ તેનો સંકેત આપી શકે. તેની સર્જરીમાં તેના મગજના કોઈ પણ યોગ્ય ભાગમાં ચેડા થવાની ખાતરી કરવા માટે તેણી તેને સતત કેટલીક તસવીરો બતાવતા હતા. સર્જરી યોગ્ય રીતે કરવામાં આવી હતી.

(6:19 pm IST)