Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ચીન દ્વારા શરૂ કરવામાં આવી 5G સર્વિસ સેવા: આટલા લોકોએ શરૂઆતમાં કરાવ્યું રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: યુ.એસ. સાથેના વેપાર યુદ્ધમાં સામેલ ચીન પોતાને તકનીકી રીતે મજબૂત બનાવવાની દિશામાં વધુને વધુ કામ કરી રહ્યું છે. ચીનમાં ત્રણ મોટા સરકારી ટેલિકોમ ઓપરેટરોએ ગુરુવારથી 5જી વાયરલેસ સેવા આપવાનું શરૂ કર્યું છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ચાઇના મોબાઈલે કહ્યું કે તેમની 5G સેવાઓ બેઇજિંગ, શાંઘાઈ, શેંગેન સહિત 50 શહેરોમાં હાજર છે. 5G ઇન્ટરનેટ પેકેજની પ્રારંભિક કિંમત 128 યુઆન (1290 રૂપિયા) છે. ચાઇના ટેલિકોમ અને ચાઇના યુનિકોમ પણ તુલનાત્મક ભાવે 5G સેવાઓ પૂરી પાડે છે.                   

                         આમ, ચીનમાં મોબાઈલ યુઝર્સની પાસે પહેલા કરતા ઝડપથી વીડિયો જોવા-મોકલવાની સુવિધા હશે. તેમજ ઓનલાઈન ગેમ રમી શકશે. પ્રથમ દિવસે 5G સેવા માટે એક કરોડથી વધુ યુઝર્સે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું હતું. આ તકનીક ડ્રાઇવરલેસ કાર, કારખાનાઓમાં ઓટોમેશનને પ્રોત્સાહન આપશે. આના દ્વારા લોકો કોફી મેકર, ઓવન જેવા ઉપકરણોને દૂર બેસીને નિયંત્રિત કરી શકશે.

(6:18 pm IST)