Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ફિલીપીંસ: માર્ગ અકસ્માતમાં 19 લોકોના દર્દનાક મૃત્યુથી અરેરાટી: 22 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ફિલીપીંસના અપાયો પ્રાંતમાં એક ટ્ર્ક પહાડ સાથે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના દર્દનાક મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ આ  ઘટનામાં અન્ય 22ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

          પોલીસે આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના  ગુરુવારના રોજ સ્થાનિક સમયાનુસાર 9 વાગ્યાની આસપાસ સર્જાઈ  હતી જયારે કોનર શહેરથી સરકારદ્વારા  દાણા  અને રોકડની સહાયતા લઈને આ ટ્રક ગામડામાં જઈ રહ્યો હતો. ટ્રક ખાડામાં પડી જતા 19લોકો મોતને ભેટ્યા છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:17 pm IST)