Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આતંકી બગદાદીનો અંતઃ પેન્ટાગોન દ્વારા વિડીયો જાહેર

વોશીંગ્ટનઃ દુનિયાના સૌથી મોટા આતંકી જુથ ઈસ્લામીક સ્ટેટના વડા બગદાદીનો અમેરિકી સેનાએ શનિવારે ખાતમો બોલાવ્યો હતો. આ અંગેનો ૧૦ સેકન્ડનો વિડીયો અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોન દ્વારા જાહેર કરાયેલ. આ વિડીયોને ડ્રોન કેમેરાથી શુટ કરાયો હોવાની સંભાવના છે. યુએસ સેન્ટ્રલ કમાંડના કમાન્ડર મરીન કોટસ જનરલ કેનેથ મૈકેન્જીએ જણાવેલ કે જે જગ્યામાં બગદાદી હાજર હતો તેને આતંકીના ખાતમા બાદ ઉડાવી દેવામાં આવેલ. બગદાદીની સાથે બે બાળકો, ૪ મહિલાઓ અને એક પુરૂષ પણ ઓપરેશન દરમિયાન ઠાર થયેલ. આમાંથી એક મહિલાએ સુસાઈડ બેલ્ટ બાંધ્યો હતો. જયારે અન્ય બે આતંકીઓને પકડવામાં આવેલ.

(3:24 pm IST)