Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

દિવસમાં ૮-૧૦ એનર્જી ડ્રિંક પીતો હતો, હાર્ટ એટેકથી ૨૬ વર્ષના યુવકનું મોત

ટેકસાસ,તા.૧:હાલમાં સમય સાથે લોકોની લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીમાં દ્યણો ફેરફાર આવ્યો છે. ફાસ્ટ ફૂડના આ જમાનામાં અનહેલ્થી લાઈફસ્ટાઈલના કારણે યુવાનો નાની ઉંમરમાં મોતના મુખ તરફ કેવી રીતે ધકેલાઈ રહ્યા છે. તેનો એક તાજો કિસ્સો હાલમાં સામે આવ્યો છે. જેમાં રોજના ૮-૧૦ એનર્જી ડ્રિંક પીવાની કુટેવના કારણે એક ૨૬ વર્ષના વ્યકિતનું હાર્ટ અટેકથી મોત થઈ ગયું.

અમેરિકાના ટેકસાસમાં ૨૬ વર્ષના વ્યકિતના ડાબા હાથ અને છાતીમાં ૯ કલાકથી સતત દુઃખાવો થવાના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયો. તેણે ડોકટરને જણાવ્યું કે તેનો ડાબો હાથ સુન્ન થઈ ગયો છે. દર્દી યુવાન હોવાથી ડોકટર પણ તેની પ્રોબ્લેમ શરૂઆતમાં સમજી ન શકયા. દર્દીના શરીરમાં બધુ જ નોર્મલ લાગી રહ્યું હતું, પરંતુ પછી ડોકટર્સે પાતળી ટ્યુબ શરીરમાં ઈન્સર્ટ કરીને જોયું તો માલુમ પડ્યું કે તેના હાર્ટમાંથી નીકળતી એક ધમની સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગઈ હતી.

આ સમયે જ દર્દીએ જણાવ્યું કે તે રોજના ૮થી૧૦ એનર્જી ડ્રિંકસ (અંદાજિત ૪ લીટર) પીતો હતો. એક એનર્જી ડ્રિંકના ૧ મિલી મીટરમાં ૦.૩૪ મિલીગ્રામ કેફેન હોય છે. આમ તે એક દિવસમાં ૧.૨ ગ્રામથી ૧.૬ ગ્રામ કેફેન લેતો હતો. જે સામાન્યથી ૪ ગણું વધારે હતું. આ કારણે તેના હાર્ટની નળીઓ બ્લોક થવા લાગી. ડોકટર્સનું માનવું છે કે યુવકની આ અનહેલ્થી આદતના કારણે જે તેને હાર્ટ અટેક આવ્યો. અને મૃત્યુ થઈ ગયું.

(12:55 pm IST)