Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ખરેખર ફ્રિઝમાં કેળા રાખવા જોઈએ કે નહિં અને રાખવાથી શું થશે ફાયદો કે પછી નુકશાન ?

ફળ અને શાકભાજીને સાચવવા માટે આપણે ફ્રીઝનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, થોડી શાકભાજી અને ફળ એવા પણ હોય છે જેજે ફ્રિજમાં રાખવા હિતાવહ હોતા નથીે. આવું જ એક ફળ છે કેળા, કેળા લગભગ બારે માસ જ સરળતાથી મળી આવે છે. તેની કિંમત પણ ખૂબ નજીવી હોય છે. આપણે સફરજન દ્રાક્ષ અને દાડમ સાથે કેળા ને પણ ફ્રીજમાં મૂકીએ છીએ. પરંતુ, આવું કરવું જોઈએ નહિં. કારણકે કેળા જે ફ્રીઝમાં મૂકી દેવાથી તે ખરાબ થવા લાગે છે.

તમે જણાવી દે કે કેળાનું ઉત્પાદન ઉપોષ્ણ એટલેકે Sub Tropical જળવાયુમાં થાય છે.  અને આ જળવાયુ અમુક સમય ગરમીમાં અને બાકીના સમય ઠંડીમાં હોય છે. કેળા ઓછા તાપમાન એટલેકે ઠંડીને સહન કરી શકતું નથી. અને ઠંડીમાં ખરાબ થઈ જાય છે.

તમે જોયું હશે રે જ્યારે તમે કેળાને ફ્રીઝમાં રાખો છો ત્યારે તે કાળુ પડવા લાગતું હોય છે. સમય જતાં તે કાળુ પડાવ    લાગે છે અને તેનું સેવન કરવાથી ઘણું નુકશાન થતું હોય છે. આ પ્રકારના ખરાબ થઈ ગયેલા કેળાની અંદર ઓકસીડેજ નામનું એન્ઝાઈમ પણ ઉત્પન્ન થાય છે. જેના કારણે કેળાની છાલ ધીમે-ધીમે ખાલી પડવા લાગે છે. અને તે લાંબો સમય રહેવાથી ઝેર બની જતું હોય છે.

 

(9:59 am IST)