Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ખોલતાં જ ચમકવા લાગે એવી મેજિકલ બુક

જેપનીઝ આર્ટિસ્ટ ઉકા ઓહાશી નામના આર્ટિસ્ટે ચમકતા અક્ષરોવાળી મેજિકલ બુક તૈયાર કરી છે. ઉકા એક આર્ટ યુનિવર્સિટીમાં હજી ભણે છે અને કલાસના એક એસાઇનમેન્ટ તરીકેતેણે આ આર્ટવર્ક તૈયાર કર્યુ છે. તેનો ઓરિજિનલ આઇડીયા હતો ક ેકોઇ નોવેલ વાંચવાની શરૂઆત કરી ત્યારથી એ શબ્દો ધીમે ધીમે ચમકતા હોયઅને જયારે એનું કન્કલુઝન આવવાનું હોય ત્યારે શબ્દોનો ચમકાટ વધુ ને વધુ બ્રાઇટ થતો જાય. મતલબ કે કોઇ પણ પુસ્તક શીખરૂપે તમને કંઇક નવો પ્રકાશ અન ેનવો વિચાર આપે છે. આ કન્સેપ્ટ પર તેણે માત્ર પ્રયોગાત્મક પુસ્તક તૈયાર કર્યુ છે. એ માટે તેણે કાગળનાં પાનાં પર લેસરની મદદથી અક્ષરો અંકિત કર્યા છે અને બુકની  સ્પાઇનમાં LED લાઇટ ફીટ કરી છે. પુસ્તક ઓપન કરતાં જ આ લાઇટ ઓન થઇ જાય છે અને લાઇટના ઉજાસમાં લેસર દ્વારા અંકિત કરેલા અક્ષરો જાણે સુવર્ણ અક્ષર હોય એમ ચળકી ઉઠે છે.(૩.૭)

(3:50 pm IST)