Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઓએમજી......આ યુગલ ખેતરમાં ઉગાડે છે ફર્નિચર

નવી દિલ્હી: આજસુધી ઝાડને કાપીને તેમાંથી ફર્નિચર બનાવતા હોવાનું આપણે સાંભળ્યું છે પરંતુ હવે ફર્નિચરને ખેતરોમાં ઉગાડવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે આ એક અનોખી ખેતી થઇ રહી છે જેને ઇંગ્લેન્ડના એક દંપતી કરી રહ્યા છે જે હાલમાં સોશિયલ મીડિયામાં  ફોટો સાથે ખુબજ ચર્ચામાં આવી રહ્યું છે.

                        આ યુગલનું કહેવું છે કે 50 વર્ષ જુના ઝાડને કાપીને ફર્નિચર બનાવવા કરતા ઝાડને ફર્નિચરના આકારમાં જ ઉગાડવામાં આવે.ઈંગ્લેન્ડમાં રહેનાર આ દંપતી ફર્નિચરના આકારમાં ઝાડ ઉગાડે છે અત્યારસુધીમાં તેમને 50 ટેબલ 100 લેમ્પ અને  250 ખુરશી ઉગાડી છે આ ઘટનાના ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે અને તે ચર્ચાનું  કારણ બની ગયા છે.

(6:44 pm IST)