Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ઓસ્ટ્રેલિયાનો અજીબો ગરીબ નવો કાનૂન: પાલતુ શ્વાનને દિવસમાં ઓછામાં ઓછા એક વાર લઇ જવું પડશે ફરવા: નિયમનો પાલન ન કરનારને થશે 4 હજારનો ઓસ્ટ્રેલિયાઈ ડોલરનો દંડ

નવી દિલ્હી: વિદેશોમાં લોકો શ્વાન અને બિલાડી તેમજ મગરને પાડવાનો શોખ ધરાવતા હોય છે ખાસ કરીને શ્વાનને પાળવો સહુ કોઈનો શોખ બની જાય છે  જે લોકો શ્વાનને ઘરમાં રાખીને સવાર સાંજ  બહાર નીકળી જાય છે તેમના માટે એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયામાં પાલતુ જાનવરને લઈને એક અજીબોગરીબ પ્રકારનો  નવો કાનૂન બનાવવામાં આવ્યો છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ થાય તેવું છે.

                      કેનબરામાં બનેલ આ કાનૂન હેઠળ હવે પાલતુ શ્વાનને દિવસમાં ઓછામાં ઓછા એક જ વાર  બહાર ફરવા માટે લઇ જવું પડશે તેમજ આ નિયમનો ઉલ્લંઘન કરનારને 4 હજાર ઓસ્ટ્રેલિયાઈ ડોલરનો દંડ ફટકારવામાં આવશે  સરકારે આ નિયમ જાનવરોના કલ્યાણ માટે લાગુ કર્યો છે આ હેઠળ માલિકે પોતાના  જાનવરની યોગ્ય સારસંભાળ રાખવી પડશે અને ઉચિત વ્યવસ્થા પણ કરવાની રહેશે અને તેનો પાલન ન કરવા પર દંડ ફટકારવામાં આવશે।

(6:42 pm IST)